લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગર જિલ્લામાં ધો-6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આજથી ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ કરાયો

કોરોનાની બીજી લહેરની મંદ થતા ત્રીજા તબક્કામાં ધો.6 થી 8ની 1200 શાળાઓમાં 2જી સપ્ટેમ્બરથી ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ થશે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વાલીના સમંતિપત્રક સાથે આવેલા વિદ્યાર્થીઓને જ શાળામાં ઓફલાઇન શિક્ષણ અપાશે. શાળાના વર્ગખંડના કુલ વિદ્યાર્થીઓના 50 ટકા ક્ષમતા સાથે પ્રારંભ થનાર ઓફલાઇન શિક્ષણની સાથે સાથે ઘરે રહેતા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ અપાશે. આમ કોરોનાની બીજી લહેર મંદ સ્થિતિએ પહોચતા રાજ્યના શિક્ષણ વિભાગે પ્રથમ તબક્કામા ધો.12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરી હતી. ત્યારબાદ બીજા તબક્કામાં ધો.9 થી 11ના વિદ્યાર્થીઓ માટે શાળાઓના દ્વાર ખોલ્યા હતા.