રક્ષાબંધન તેમજ સાતમ આઠમના તહેવારો દરમિયાન ગાંધીનગર એસ.ટી ડેપોએ 271 જેટલી ટ્રીપો દોડાવીને 16 લાખની આવક મેળવી લેતા ગાંધીનગર ડેપોને પવિત્ર શ્રાવણ માસના તહેવારો ફળ્યા છે. આમ કોરોનાના કારણે ગાંધીનગર એસ.ટી ડેપોની બસો બંધ કરી દેવામાં આવતા ડેપોને મહિને 30 લાખ જેટલી નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ લોકડાઉન ખુલી જતાં એસ.ટી.ના પૈડાં દોડતા થયા છે. ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપોના મેનેજર દ્વારા નુકશાની ભરપાઈ કરવા માટે આગોતરું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. જેમાં પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન લોકો વિવિધ ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં જતાં હોય છે. જે અન્વયે ડેપો દ્વારા તહેવારો દરમિયાન વધુ ને વધુ બસો દોડાવવામાં આવી હતી. ત્યારે રક્ષાબંધન તેમજ સાતમ આઠમના તહેવારોને ધ્યાને રાખી 271 બસની ટ્રીપો દોડાવવામાં આવી હતી. જેનાં થકી ગાંધીનગર ડેપોને 16 લાખની આવક થઈ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved