આગામી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. ત્યારે પાટણ જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાના મળી 11 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરીને સન્માન કરવામાં આવશે. જેમાં જિલ્લાકક્ષાના 3 અને તાલુકાના 8 શિક્ષકોનો સમાવેશ થાય છે. આમ પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત માટે 3 શિક્ષકોની પસંદગી થઈ છે, જેમાં માધ્યમિક શિક્ષકની કેટેગરીમાં બી.એમ.હાઇસ્કુલ પાટણના ડો.બ્રિજેશ બી. દવે અને પ્રાથમિક શિક્ષક વિભાગમાં કુવારા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના બાબુભાઈ એન દેસાઈ તેમજ ગણેશપુરા પ્રાથમિક શાળાના કપિલ બી.શુક્લની પસંદગી કરવામાં આવી છે. આ સાથે તાલુકા કક્ષાના 8 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં પાટણ તાલુકામાંથી ભલગામ પ્રાથમિક શાળાના જગદીશ બી.ઓઝા,ઘીવટા પ્રાથમિક કન્યા શાળાના જયમાલાબેન એ.પંચાલ,હારીજ તાલુકાના ચાબખા પ્રાથમિક શાળાના રમેશચંદ્ર કે ઠક્કર,સાંતલપુર તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાના ભરતકુમાર એમ.ચૌધરીની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત રાધનપુરની જેપી કુમાર શાળાના રમેશચંદ્ર કે.અખાણી,સરકારપુરા પ્રાથમિક શાળાના રત્ના એમ.રાઠોડ,સિદ્ધપુરના દેથળી પ્રાથમિક શાળાના નિરમાબેન જે.પટેલ અને વનાસણ પ્રાથમિક શાળાના શીતલબેન એન.સોલંકીની પસંદગી થઈ છે. જે તમામ 11 શિક્ષકોને 5મી સપ્ટેમ્બરે શિક્ષકદિનના રોજ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved