લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આસામમાં આવેલું રાજીવ ગાંધી નેશનલ પાર્ક ઓરાંગ નેશનલ પાર્ક તરીકે ઓળખાશે

આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે નેશનલ પાર્ક પરથી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ દૂર કરવાનો નિર્ણય લીધો છે. જે અંગેનો નિર્ણય કેબિનેટ મીટિંગમા લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ નેશનલ પાર્ક ઓરાંગ નેશનલ પાર્ક તરીકે ઓળખાશે. આસામ સરકારના જળસંસાધન મંત્રી પીજૂષ હજારિકાએ આ અંગેની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે આદિવાસીઓ અને ચાય જનજાતિ સમુદાયની માગણીને ધ્યાનમાં રાખીને સરકારે રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ બદલીને ઓરાંગ નેશનલ પાર્ક રાખવાનો નિર્ણય લીધો છે. આમ 79.28 વર્ગ કિમી ક્ષેત્રમાં ફેલાયેલા આ પાર્કને ઇસ.1985માં વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી અને ઇસ.1999માં નેશનલ પાર્કનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જે બ્રહ્મપુત્ર નદીના ઉત્તરી કિનારે આવેલો આ પાર્ક રોયલ બેંગાલ ટાઈગર, ઈન્ડિયન રાઈનો, પિગ્મી હોગ અને જંગલી હાથીઓ માટે પ્રખ્યાત છે. આ સાથે કેબિનેટે આંતરરાષ્ટ્રીય બોક્સર જમુના બોરો અને આંતરરાષ્ટ્રીય તીરંદાજ ચેમ્પિયન સંજય બોરોને એક્સાઈઝ ઈન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તેમને આસામના પહેલા અર્જુન એવોર્ડી ભોગેશ્વર બરૂઆના જન્મદિવસના રોજ 3 સપ્ટેમ્બરે એપોઈન્ટમેન્ટ લેટર સોંપવામાં આવશે.