લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / પાટણમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો,શહેરમાં એક ઇંચ વરસાદ પડ્યો

પાટણ શહેરમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો હતો.ત્યારે બપોર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ શહેરમાં વરસતા નીચાણવાળા વિસ્તારો તેમજ હાઇવે ઉપર પાણી રેલાયા હતા.જ્યારે રેલવેના ગરનાળામાં પાણી ભરાઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.આમ પાટણ નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પ્રથમ વરસાદમાં જ નિષ્ફળ જતાં શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા.આમ શહેરમાં શનિવારે સવારે 10 વાગ્યા પછી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.જેના કારણે શહેરના રેલવે ગરનાળા, બીએમ હાઈસ્કૂલ રોડ,પારેવા સર્કલ રોડ,પદ્મનાથ મંદિર તરફનો રોડ,હરિપુરા તરફનો રોડ,પાયોનિયર સ્કૂલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.જ્યારે હાઇવે પર પાણી ભરાવવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો હેરાન થયા હતા.