લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વરસાદને કારણે ડબલ્યુ.ટી.સીની પ્રથમ સત્રની રમત ધોવાઈ ગઈ

આજથી ઈંગ્લેન્ડના સાઉધ્મ્પ્ટનમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં વરસાદને લીધે ટોસમાં વિલંબ થયો છે.આ ઉપરાંત બીસીસીઆઈએ જણાવ્યું છે કે દુર્ભાગ્યપૂર્ણ રીતે વરસાદને લીધે પ્રથમ દિવસના પ્રથમ સત્રની રમત ધોવાઈ ગઈ છે.ત્યારે હવે વરસાદ બંધ થયા બાદ રમત શરૂ થશે.આમ સાઉધમ્પ્ટનમાં પ્રથમ દિવસે વરસાદ પડતા પ્રથમ સત્રની રમત શક્ય નથી બની શકે તેમ બોર્ડે જણાવ્યું હતું.આ સિવાય વરસાદ પડતા પીચને ઢાંકી દેવાની ફરજ પડી હતી અને ટોસમાં પણ વિલંબ થયો છે.આમ આઈસીસીએ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે એક રિઝર્વ ડે રાખ્યો છે.