લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ રૂ.20,૦૦૦ કરોડ થયું

કાળાનાણાં સામેની કેન્દ્ર સરકારની લડાઈના પગલે થોડાક વર્ષ માટે સ્વિસ બેન્કોમાં ભારતીયો દ્વારા જમા થતું ભંડોળ ઘટયું હતું. જેમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે.આમ સ્વિસ બેન્કોમાં ભારતીય લોકો અને કંપનીઓનું ભંડોળ વર્ષ 2020માં વધીને 2.55 અબજ સ્વિસ ફ્રાન્ક થયું છે.જે છેલ્લા 13 વર્ષની ટોચે છે.આમ વર્ષ 2019ના અંતમાં સ્વિસ બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓનું એકત્રીત ફંડ 89.9 કરોડ સ્વિસ ફ્રાન્ક હતું.આ સિવાય વર્ષ 2006માં સ્વિસ બેન્કોમાં ભારતીયોના જમા નાણાં 6.5 અબજ સ્વિસ ફ્રાન્ક હતું.ત્યારપછી આ બેન્કોમાં ભારતીયોના ભંડોળમાં ઘટાડો શરૂ થયો હતો.