લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અયોધ્યામાં દક્ષિણ કોરિયા અને યુપી સરકાર સાથે મળી પાર્ક બનાવશે

દક્ષિણ કોરિયા ભારત સાથેના તેના સંબંધોને મજબૂત કરી રહ્યુ છે.ત્યારે દક્ષિણ કોરિયા ઉતરપ્રદેશ સરકારના સહયોગથી અયોધ્યામાં એક પાર્ક બનાવી રહ્યુ છે.આમ અયોધ્યાની રાણી હુ કયાંગ ઓન્કેની યાદમાં આ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.જે યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકાર દિવાળી દરમ્યાન આ પાર્કને ખોલશે.આમ આ પાર્કને કોરિયન સ્થાપત્ય તત્વો અને લેન્ડસ્ક્રેપિંગની મદદથી બનાવવામાં આવી રહ્યો છે અને તે રામ પાર્કની આજુબાજુ સ્થિત હશે.આમ રાજય સરકારે આ પ્રોજેકટ માટે આશરે 24 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.જેનાથી આ ક્ષેત્રમાં પર્યટનને વેગ મળશે અને તેની સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પણ વેગ મળશે.