લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈ યુનિવર્સિટીની બીએડના 4થા સેમેસ્ટરનું પરિણામ જાહેર કરાયું

મે 2021માં સંપન્ન થયેલ મુંબઈ યુનિવર્સિટીની ઓનલાઈન ઉનાળુ સત્રની બી.એડના સેમેસ્ટર-4ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 82 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે.જે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હતી.આમ આ પરીક્ષામાં 3660 વિદ્યાર્થીઓ સફળતાભેર પાસ થયાં છે આ પરીક્ષા માટે 4471 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંના 4458 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી 13 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યાં હતાં જ્યારે 15 વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે.આમ યુનિવર્સિટીએ ઉનાળુ સત્રના અત્યારસુધીમાં 12 રીઝલ્ટ જાહેર કર્યા છે.