લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી સપ્તાહમા સરકાર ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી જાહેર કરશે

ગુજરાત સરકાર આવતા સપ્તાહે ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલિસીની જાહેરાત કરી શકે છે.આ પોલિસી હેઠળ આવતાં 3 વર્ષની અંદર 1 લાખ કરતાં વધુ વાહનો રસ્તા પર દોડતાં થઇ જાય તેવું આયોજન કરાયું છે.જેના માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે ઇન્સેન્ટિવ જાહેર કરશે,જેમાં વાહનની પડતર કીંમતના 20 થી 40 ટકા જેટલું ઇન્સેન્ટિંવ જાહેર કરાઇ શકે છે.રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે વીજપૂરવઠો પ્રમાણમાં સસ્તા દરે પૂરો પાડવામાં આવશે તેમજ વપરાશકારોને વીજળી મોંઘી નહીં પડે.ઇલેક્ટ્રિક વાહનો અને કારનું ઉત્પાદન કરતી ટેસ્લા જેવી કંપનીઓને ગુજરાતમાં આવવા સાનુકૂળ વાતાવરણ રહેશે બેટરી ઉત્પાદકોને રોકાણ કરવા સહાય મળશે.આમ રાજ્ય વર્તમાન સમયમાં ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનનું હબ મનાય છે.