ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.ત્યારે ધોરણ 10 બાદ સ્કૂલોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.તે પ્રમાણે ડિપ્લોમામાં પણ એડમિશન માટે પ્રવેશના ભાગરૂપે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.જેમાં 17 જૂનથી 15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે.આમ આ વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગની 70 ટકા કરતાં વધુ સીટો ભરાય તેવી શક્યતા છે.આમ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસની બેઠક યોજાઇ હતી.જેમાં ધો.10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા અંગે ચર્ચા થઈ હતી.જેમાં વિદ્યાર્થીઓએ gujdiploma.nic.in નામની વેબસાઇટ પર જઇને રૂ.200 ઓનલાઇન ફી ભરીને વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.આમ રાજ્યમા 64,169 સીટ માટે પ્રવેશપ્રક્રિયા યોજાશે.જેમાંથી ગત વર્ષે 36,814 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved