ટીવીની લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’માં સુમંતનું પાત્ર ભજવનાર 97 વર્ષીય વરિષ્ઠ એક્ટર ચંદ્રશેખરનું બુધવારના રોજ સવારે સાત વાગે નિધન થયું છે.આમ ચંદ્રશેખરનો જન્મ 7 જુલાઈ,1923ના રોજ થયો હતો.તેમનું જીવન સંઘર્ષથી ભરપૂર રહ્યું છે.જેઓના 13 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જતાં તેમણે સાતમા ધોરણ પછી અભ્યાસ મૂકી દીધો હતો.એકસમયે ચંદ્રશેખરે ચોકીદારી તથા ટ્રોલી ખેંચવાનું પણ કામ કર્યું હતું. જેઓ ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો.આમ રામાયણ પહેલાં ચંદ્રશેખરે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.તેમજ 1950ના દાયકામાં તેઓ લોકપ્રિય એક્ટર રહ્યાં હતાં.તેમનું પૂરું નામ ચંદ્રશેખર વિદ્યા છે.તેમણે ફિલ્મ ‘સુરંગ’થી ડેબ્યૂ કર્યું હતું.આ ફિલ્મ વી.શાંતારામે ઇસ.1954માં બનાવી હતી.આમ તેમના નિધનની પુષ્ટિ દીકરા તથા પ્રોફેસર અશોક ચંદ્રશેખરે કરી હતી.જેમાં તેમણે કહ્યું હતું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર 16 જૂનના રોજ બપોરે 3 વાગે પાર્લેના સ્મશાન ઘાટ ખાતે કરવામાં આવશે.આ સિવાય વધુમાં તેમણે કહ્યું હતું કે તેમના પિતાનું ઉંઘમાં જ અવસાન થયું હતું.તેમને કોઈ બીમારી નહોતી.ગયા અઠવાડિયે તાવ આવ્યો હતો ત્યારે તેમને એક દિવસ જુહૂ સ્થિત ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ સિવાય ઘરમાં ઓક્સિજન સહિતની સુવિધા રાખવામાં આવી હતી.જેથી કરીને ઇમરજન્સીમાં કોઈ સમસ્યા ન થાય.આમ તેઓ એકદમ ઠીક હતા અને શાંતિપૂર્ણ રીત દુનિયાને અલવિદા કહી હતી.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved