લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સ્ટેચ્યુ ઓફ યુનિટીના લેસર શોના સમયમાં અડધા કલાકનો વધારો કરવામાં આવ્યો

ઉનાળાની ઋતુને ધ્યાને લેતા લેસર શોનો સમય 7.30 નિર્ધારિત કરવામાં આવ્યો હતો.આમ ઉનાળાની સિઝનમાં દિવસ લાંબો થતો જાય છે.જેના કારણે તાત્કાલિક અસરથી SOUADTGA દ્વારા પ્રોજેક્શન લેસર શોનો સમય 8 કલાક રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આમ લેસર શો સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય છે.લેસર શો તમામ સ્લોટના પ્રવાસીઓ જોઈ શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.પરંતુ વર્તમાન સમયમાં કોરોનાને લઈને સોશીયલ ડિસ્ટન્સ જળવાય એ માટે 1200ની મર્યાદા રાખી છે.જેમાં પ્રથમ 1200 જે પણ ટિકિટ બુક થઈ તેમને લેસર શોનો લાભ મળશે.જ્યારે તે પછી ટિકિટ બુક કરનારને ઉભા ઉભા કમ્પાઉન્ડ બહારથી જોઈ શકાશે.