લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા 36 લાખથી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળશે

મહારાષ્ટ્રમાં સરકારી,સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સ્કૂલોમાં ધો.1 થી 8 સુધી શિક્ષણ લેનારા આર્થિક રીતે નબળાં તેમજ વંચિત ઘટકોના 36.25 લાખથી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ગણવેશ (યુનિફોર્મ) આપવામાં આવશે.જેના માટે સમગ્ર શિક્ષા અભિયાને તૈયારી પૂર્ણ કરી હોવાની બાતમી સ્કૂલ શિક્ષણ વિભાગના અધિકારીએ આપી છે.આમ સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમે પ્રત્યેક વિદ્યાર્થીને વર્ષ માટે 2 યુનિફોર્મ મફત અપાય છે.