જૂનાગઢમાં સહકાર યુવા ફાઉન્ડેશન અને આપણું જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે અનોખું વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં સંસ્થા દ્વારા કોરોના વેક્સિનેશન માટે નિઃશુલ્ક કાર સેવા પુરી પાડવામાં આવશે.કોઇ અશક્ત,બિમાર,દિવ્યાંગ,45 વર્ષથી ઉપરના જરૂરિયાતમંદ લોકો હોય કે સિનીયર સિટીઝન હોય તેઓ કોરોના રસીકરણ માટેની નિઃશુલ્ક કાર સેવાનો લાભ લઇ શકશે. આવા લોકોના રસીકરણ માટે કાર તેમના ઘરે જશે.કારમાં જે તે વ્યક્તિને વેક્સિનેશન સ્થળ સુધી લઇ જય વેક્સિન અપાવશે.બાદમાં ફરી તેમને ઘર સુધી પહોંચાડી આપવામાં આવશે.આ સેવા તદ્દન નિઃશુલ્ક રહેશે.જેના માટે આપણું જૂનાગઢ પેઇજ પર એક લીંક મોકલવામાં આવશે.જેમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નિઃશુલ્ક કારસેવાનો લાભ મેળવી શકાશે.આમ, જૂનાગઢીઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે વેક્સિન અપાવવા અનોખો આરોગ્ય સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.આમ વર્તમાનમાં કોરોના વેક્સિન માટે નિઃશુલ્ક કારસેવામાં ૩૦ જેટલી કારનો ઉપયોગ થશે.પરંતુ ભવિષ્યમાં જરૂર પડ્યે વાહનોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.આમ કોરોના વેક્સિન લેવા માટેની ફ્રિ કાર સેવાનો લાભ જરૂરિયાતમંદ લોકો સવારના 10 થી સાંજના 5 સુધી લઇ શકશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved