લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીને લદાખ સરહદે સ્ટીલ્થ બોમ્બર લડાકુ વિમાન એચ-20નું પરીક્ષણ કર્યું

ભારતની સરહદે ચીને સ્ટીલ્થ બોમ્બર લડાકુ વિમાન એચ-20નું પરીક્ષણ શરૂ કર્યું છે.જે લડાકુ વિમાનોનું પરીક્ષણ ચીનના હોતાન એરબેઝથી શરૂ થયું હતું અને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના આકાશને આ વિમાનોએ ધમરોળ્યું હતું.જે છેલ્લાં તબક્કાનું પરીક્ષણ થઈ રહ્યું છે.આમ સ્ટીલ્થ બોમ્બર પ્રકારના લડાકુ વિમાનો રડારમાં પકડાયા પહેલાં જ હુમલો કરવા સક્ષમ છે.આમ 8 જૂનથી ચીને પરીક્ષણ શરૂ કર્યું હતુ જે 22 જૂને પૂર્ણ થશે.આ સ્ટીલ્થ લડાકુ વિમાનો વધુ વજન વહન કરવામાં સક્ષમ છે અને વધુ અંતર સુધી હુમલો કરવામાં પણ સક્ષમ છે.આ લડાકુ વિમાનો પરમાણુ હુમલો પણ કરી શકે છે.આ લડાકુ વિમાનો ચીનની વાયુસેનામાં સામેલ થશે એટલે તેની ક્ષમતા અનેકગણી વધી જશે.આમ ચીનનું આ લડાકુ વિમાન 5281 માઈલ એટલે કે અંદાજે 8500 કિલોમીટર સુધી હુમલો કરવામાં સક્ષમ છે.