રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘચાલક તરીકે સેવા આપનારા અમૃતભાઈ કડીવાલાનું આજે નિઘન થતા તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.જેમાં ડોક્ટર હેડગેવાર સ્મારક સમિતિ- ગુજરાતના ટ્રસ્ટી તરીકે અમૃતભાઈ કડીવાલાએ સરાહનીય સેવા આપી હતી.જેમાં તેમણે કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો જેઓ જનસંઘના કાર્યકર્તા હતા.આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના રાજકીય આગેવાનોએ અમૃતભાઈ કડીવાલાના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો હતો.આમ સ્વ.અમૃતભાઈ કડીવાલા વર્ષોસુધી ગુજરાત પ્રાંતના સંઘચાલક તરીકે સેવા આપી હતી.તેઓએ સેવા ભારતીના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી.આમ તેમના નિઘનથી સંઘે એક વરિષ્ઠ અગ્રણી ગુમાવ્યા છે.આમ તેઓ મ્યુકર માઈક્રોસીસની બીમારીથી છેલ્લા એક મહીનાથી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved