રાજસ્થાનનું બિકાનેર શહેર કોવિડ મહામારી વિરૂદ્ધ ઘરેઘરે જઈને વેક્સિન આપનારૂં દેશનું પહેલું શહેર બનશે.જેમાં સોમવારથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થવા જઈ રહી છે.તે અંતર્ગત 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે.જેમાં લોકોના ઘરો સુધી વેક્સિન પહોંચાડવા માટે મોબાઈલ ટીમોની રચના કરવામાં આવી છે સાથે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.આ હેલ્પલાઈ નંબર દ્વારા વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે અને રજિસ્ટ્રેશન વગર કોઈને પણ વેક્સિન આપવામાં નહીં આવે.આમ રજિસ્ટ્રેશન બાદ વાન તે વિસ્તારમાં પહોંચી જશે અને લોકોની તપાસ કરીને તેમને વેક્સિન આપવામાં આવશે.વેક્સિનની એક શીશીમાંથી 10 લોકોને વેક્સિન આપી શકાય છે.10 લોકો કરતા ઓછા લોકો રજિસ્ટ્રેશન કરાવે તે સંજોગોમાં વેક્સિનના બચેલા ડોઝ બગડવાની આશંકા રહે છે.આમ 4 કલાક કરતા વધુ સમય સુધી ખુલ્લી રહે તો વેક્સિન ખરાબ થઈ જાય છે.જે વાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ બિકાનેરમાં વર્તમાન સમયમાં 16 શહેરી સ્વાસ્થ્ય કેન્દ્રો છે.જે સ્વાસ્થ્ય કેન્દ્રો પર ઉપસ્થિત ડૉક્ટર્સને કહેવામાં આવ્યું છે કે તેમના ક્ષેત્રમાં જેમને પણ વેક્સિન આપવામાં આવે તે બધા તે વ્યક્તિનું મોનિટરિંગ કરશે.આમ જિલ્લા પ્રશાસન દ્વારા અત્યારસુધીમાં આશરે 60-65 ટકા વસ્તીને રસી અપાઈ ચુકી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved