Error: Server configuration issue
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે.ત્યારે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે.જેના કારણે ઠેરઠેર રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે.આ સિવાય શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે.ત્યારે મુંબઈ પ્રથમ વરસાદમાં જ બેહાલ થઈ ચુકયુ છે.ત્યારે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ દરમિયાન હવામાન વિભાગે હાઈટાઈડની ચેતવણી આપી છે.આમ શુક્રવાર અને શનિવારે બંગાળ,ઓરિસ્સા,ઝારખંડ,બિહાર,મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં ભારે વરસાદ પડશે.જ્યારે બિહારમાં બે દિવસ વહેલુ ચોમાસુ બેસે તેવી શક્યતા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved