ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટોનમાં શ્રેણીની બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.જેમાં ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન કોણીની ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.જેના સ્થાને ટોમ લાથમ ટીમની કેપ્ટન્સી સંભાળશે.આમ બંને દેશો વચ્ચેની પ્રથમ લોર્ડ્ઝ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી.જે પછી આ શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટ મેચ છે. જેનો ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૩૦થી પ્રારંભ થશે.આમ ન્યૂઝિલેન્ડે ભારત સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને ધ્યાનમાં રાખીને વિલિયમસનને આરામ આપવાનો નિર્ણય લીધો છે.આમ વિલિયમસનના સ્થાને વિલ યંગને વન ડાઉન ઉતારવામાં આવશે.જ્યારે બોલ્ટ ફિટ થઈ ગયો છે અને હવે તે પુનરાગમન કરવા માટે તૈયાર છે.જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં એન્ડરસન અને બ્રોડની જોડી ફાસ્ટ બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળશે.જ્યારે કેપ્ટન રૂટની આગેવાની હેઠળ રોરી બર્ન્સ,ઓલી પોપ,ઝેક ક્રાવલી તેમજ ડેન લોરેન્સ ટીમમાં સ્થાન જાળવી રાખશે તેમ મનાય છે.
જેમ ઈંગ્લેન્ડની ટીમમાં રૂટ (કેપ્ટન),એન્ડરસન,બેસ,બિલિંગ,બ્રાકેય,બ્રોડ,બર્ન્સ,ક્રાવલી,હામીદ,લૌરેન્સ,લેચ,ઓવરટન,પોપ,સિબ્લી, સ્ટોન,વૂડ છે.
ન્યૂઝિલેન્ડની ટીમમાં- ટોમ લાથમ (કેપ્ટન),બ્લુન્ડેલ,બોલ્ટ,બ્રાસવેલ,કોન્વે,ડે ગ્રાન્ધોમ,ડફી,હેનરી,જેમીસન,મિચેલ,નિચોલ્સ,એજાઝ પટેલ,રવિન્દ્ર,સાઉથી,ટેલર,વાગ્નેર,વેટલિંગ,યંગ છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved