યુરોપીયન ફૂટબોલની સર્વોપરી ફૂટબોલ ટુર્નામેન્ટ – યુરો કપ 2021નો 12મી જુનથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.ત્યારે 60 વર્ષના ઈતિહાસમાં પ્રથમવખત યુરો કપ ટુર્નામેન્ટનું ફોર્મેટ બદલવામાં આવ્યું છે.આમ એક મહિના સુધી ચાલનારા ફૂટબોલના આ મુકાબલામાં યુરોપની 24 ટીમો ભાગ લેવાની છે.ત્યારે આ વખતે 11 દેશોમાં મુકાબલાનું આયોજન કરવામાં આવ્યું છે.કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ રહેલી ટુર્નામેન્ટમાં નિર્ધારિત સંખ્યામાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.આ ઉપરાંત કેટલાક સ્થળોએ વેક્સિન પાસપોર્ટનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પોર્ટુગલની સાથેસાથે વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સ,જર્મની,સ્પેન,નેધરલેન્ડ,ઈંગ્લેન્ડ,વેલ્સ જેવી ટીમો પણ પોતાનું પ્રભુત્વ સાબિત કરવાનો પ્રયાસ કરશે.
આમ ભારતીય સમય મુજબ 11મી જુનને શુક્રવારે મધરાત 12:30 વાગ્યાથી રોમમાં યજમાન ઈટાલી અને તુર્કી વચ્ચે સૌપ્રથમ મુકાબલો રમાશે.જેમાં ગ્રુપ સ્ટેજની મેચો 24મી જુન સુધી ચાલશે.જે પછી 26 થી 30 જુન દરમિયાન રાઉન્ડ ઓફ 16ની મેચો રમાશે.ત્યારબાદ૨ થી 4 જુલાઈ દરમિયાન ચાર ક્વાર્ટર ફાઈનલ રમાશે.જ્યારે 7 અને 8ના રોજ બે સેમિફાઈનલ અને તારીખ 12મી એ ફાઈનલનું આયોજન થશે.
આમ ગ્રુપ એમા તુર્કી,ઈટાલી,વેલ્સ,સ્વિત્ઝર્લેન્ડ,જ્યારે ગ્રુપ બીમા ડેનમાર્ક,ફિનલેન્ડ,બેલ્જીયમ,રશિયા,ગ્રુપ સીમા નેધરલેન્ડ,યુક્રેન, ઓસ્ટ્રિયા અને ઉત્તર મેસેડોનિયા,ગ્રુપ ડીમા ઈંગ્લેન્ડ,ક્રોએશિયા,સ્કોટલેન્ડ અને ચેક રિપબ્લિક,ગ્રુપ ઈમા સ્પેન,સ્વિડન,પોલેન્ડ, સ્લોવેકિયા,ગ્રુપ એફમા હંગેરી,પોર્ટુગલ,ફ્રાન્સ,જર્મની,જ્યારે યજમાન દેશોની વાત કરવામાં આવે તો તેમાં ઈંગ્લેન્ડ,રશિયા, અઝરબેજાન,જર્મની,ઈટાલી,રોમાનિયા,સ્પેન,નેધરલેન્ડ,હંગેરી,ડેનમાર્ક અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved