બેંગકોક એશિયન રમતોના ગોલ્ડમેડલ વિજેતા અને ભારતના પૂર્વ બેન્ટમવેટ બોક્સર ડિન્કોસિંહનું નિધન થયું છે.આમ ડિન્કોસિંહ લાંબાસમયથી બીમાર હતા.તેમની વર્ષ 2017થી લિવર કેન્સરની સારવાર ચાલી રહી હતી.જેમાં પાછલા વર્ષે ડિન્કોસિંહ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા.41 વર્ષીય ડિન્કો સિંહે કોવિડને હરાવી પણ દીધો હતો.પરંતુ વર્ષ 2020માં ડિન્કોને દિલ્હીની ઈન્સ્ટીટયુટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સીઝમાં રેડિયેશન થેરેપી આપવામાં આવી હતી.જે સારવાર પૂર્ણ થયા બાદ તેઓ ઈમ્ફાલ પરત આવી ગયા હતા.આમ ડિન્કો સિંહને વર્ષ 1998માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા,જ્યારે વર્ષ 2013માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.ખેલમંત્રી કિરન રિજિજુ સહિતના અનેક ખેલાડીઓએ ડિન્કો સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.તેઓએ બોક્સિગંમાંથી સન્યાસ લીધા બાદ નૌસેનામાં કાર્યરત ડિન્કો સિંહે કોચિંગમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું.ડિન્કો સિંહ 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરિકોમ અને અનુભવી ખેલાડી એલ.સરિતાદેવીના પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved