ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હોટલ અને રેસ્ટોરાં સંચાલકોને રાહત આપતો નિર્ણય લીધો હતો.ત્યારે વધુ એક નિર્ણયમાં ગુજરાતમાં સિનેમાઘરો,મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.જેમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે સિનેમાઘરો,મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.આ સિવાય કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમાઘરો,મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજબીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.આમ કોરોના સંક્રમણમાં રાજ્યના સિનેમાઘરો,મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને મોટી આર્થિક રાહત મળશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved