વિશ્વના ટોચના અગ્રણી ઉદ્યોગપતિ જેફ બેઝોસ આગામી 20મી જુલાઈએ અંતરિક્ષમાં જશે.આ જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિનની પ્રથમ સમાનવ અંતરિક્ષયાત્રા હશે.જેમાં જેફ બેઝોસની સાથે તેમના ભાઈ માર્ક બેઝોસ અને એક ઓક્શનના વિજેતા પણ અવકાશમાં જશે.આમ જેફ બેઝોસની સાથે તેના ભાઈ માર્કને પણ અવકાશમાં જતી ફ્લાઈટમાં જગ્યા મળશે. તે ઉપરાંત એક જગ્યા માટે ઓનલાઈન હરાજી થઈ રહી છે.એ હરાજીમાં 143 દેશોમાંથી 6000 લોકોએ ભાગ લીધો છે.જે હરાજીમાં જે વિજેતા બનશે તેને પણ જેફ બેઝોસની સાથે અંતરિક્ષમાં જવાની તક મળશે.આમ હરાજીમાંથી જે રકમ મળશે તે જેફ બેઝોસના બ્લુ ઓરિજિન ફાઉન્ડેશનને દાન અપાશે.આમ જેફ બેઝોસ અને ઈલન મસ્ક વચ્ચે સ્પેસ ક્ષેત્ર સર કરવાની હોડ વર્ષોથી જામી છે.આ સિવાય નજીકના ભવિષ્યમાં ઈલન મસ્ક પણ અવકાશમાં જશે.આમ જેફ બેઝોસ અંતરિક્ષમાં જનારા પ્રથમ ઉદ્યોગપતિ બની જશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved