લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / છેલ્લા 12 વર્ષમાં પ્રથમવખત કોર્પોરેટ કરતા ઈન્કમટેકસ વસુલાત વધુ જોવા મળી

કોરોનાના કહેરમાં દેશમાં તમામ નાના-મોટા વેપારધંધામાં મંદી જોવા મળે છે.ત્યારે નાણાંકીય વર્ષ દરમ્યાન છેલ્લા 12 વર્ષમાં પ્રથમવખત કોર્પોરેટ ટેકસ કરતા વ્યકિતગત આવકવેરા ટેકસની વસુલાત વધી ગઈ છે.આમ સામાન્ય રીતે કોર્પોરેટ ટેકસ તથા આવકવેરા વસુલાતની રકમ સમાંતર રહેતી હોય છે.વર્ષ 2020-21માં છેલ્લા 12 વર્ષમાં પ્રથમવખત એવુ બન્યુ છે કે કોર્પોરેટ ટેકસ કરતાં ઈન્કમટેકસ વસુલાત વધી ગઈ છે.વર્ષ 2020-21માં આવકવેરા વસુલાત 4.69 ટ્રીલીયનની હતી.જયારે કોર્પોરેટ ટેકસ વસુલાત 4.57 ટ્રીલીયનની થઈ છે.આમ કોર્પોરેટ સિવાયની અનલીસ્ટેડ કંપનીઓ દ્વારા ચુકવાતો ટેકસ પણ કોર્પોરેટ ટેકસની વ્યાખ્યામાં આવે છે.આમ કંપનીઓનાં નફામાં વધારો થવા છતા ચુકવણી ઘટવાનું આશ્ર્ચર્યજનક છે.