લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોના સામેની લડાઈમાં ઉત્તરપ્રદેશ રાજ્યે 5 કરોડ લોકોનુ ટેસ્ટિંગ કરવાની સિધ્ધિ મેળવી

દેશના સૌથી મોટા રાજ્ય યુપીએ કોરોનાના મોરચે એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે.જેમાં તેણે 5 કરોડ ટેસ્ટ કરનાર પ્રથમ રાજ્ય બન્યુ છે. આમ રાજ્ય સરકારે ટેસ્ટિંગ અને ટ્રેસિંગની નીતિ પર આક્રમક બનીને કામગીરી કરી છે.જેના કારણે યુપીમાં કોરોનાના કેસ ઝડપથી કાબૂમાં આવી રહ્યા હોવાનો સરકાર દાવો કરી રહી છે.આમ યુપીમાં કોરોનાનો રીકવરીનો રેટ 97.1 ટકા નોંધાયો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1500 નવા કેસ સામે આવ્યા છે.જેની સામે 3.32 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ સિવાય રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 0.2 ટકા રહ્યો છે.