લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નાસાના ક્યુરિયોસિટી રોવરે મંગળ પરથી આકાશમાં વાદળોની તસવીરો લીધી

નાસાએ મંગળ પર મોકલેલા ક્યુરોયોસિટી રોવરે વાદળો બંધાયા હોવાની તસવીરો ખેંચી છે.જે મંગળના વાતાવરણ મુજબ દૂર્લભ ઘટના હોવાનું મનાય છે.આમ મંગળ પર વાતાવરણ ઘણું પાતળું અને સુષ્ક હોય છે.આમ નાસાના મતે મંગળ ગ્રહ પર આ પ્રકારના વાદળો વર્ષના સૌથી ઠંડા દિવસોમાં તેની ભૂમધ્ય રેખા ઉપર જોવા મળે છે.નાસાના ક્યુરોસિટી રોવરે મંગળ પર વાદળો દેખાતા હોય તેવી તસવીરો લીધી છે જેનાથી વિજ્ઞાનીઓ પણ ચોંકી ગયા છે.જેમાં નાસાના મતે આ વાદળો ઘણા ચમકદાર હતા અને કેટલાક વાદળોમાં જુદાજુદા રંગો પણ જોવા મળ્યા હતા.આ વાદળોમાં પાણી તેમજ બરફ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.વિજ્ઞાનીઓના મતે આ વાદળો બરફ જામવાથી અથવા કાર્બનડાયોક્સાઈડ જામી જતા સર્જાયા હોઈ શકે છે.