દિલ્હી વિમાનીમથક પરથી દરરોજ ખાનગી ફલાઈટસની ઉડાનની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે.જયારે સામાન્ય ફલાઈટની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો થયો છે.આમ કોરોનાનાં સંક્રમણના કારણે લોકો એર એમ્બ્યુલન્સની સેવાનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે.આમ હવાઈ પ્રશાસનનાં અંદાજ મુજબ જેમ જેમ અનલોકની પ્રક્રિયા વધશે તેમ સામાન્ય ફલાઈટસની સંખ્યામાં વધારો થશે.સપ્ટેમ્બર 2020માં દિલ્હી હવાઈ પ્રશાસન પર નવા પ્રાઈવેટ જેટ ટર્મીનલની શરૂઆત કરવામાં આવી હતી.આમ મુસાફરી કરતા લોકો માટે પાર્કીંગ કસ્ટમ ચેકીંગ,ટર્મીનલ પ્રવેશ અને બહાર નીકળવુ વગેરેની વ્યવસ્થા હોવાના કારણે આવક જાવકમાં સરળતા પડતી હતી.આમ એપ્રિલ અને મે મહિનામાં 100થી વધુ એર એમ્બ્યુલન્સ ખાનગી જેટ ટર્મીનલથી ઉપડી હતી.આમ વર્તમાન સમયમાં એર બબલ હેઠળ 12 ફલાઈટસને ઉડાન આપવામાં આવે છે
આમ ખાનગી જેટ ટર્મીનલ ઘરેલુ ઉપરાંત જર્મની,દુબઈ,ઝુરીચ વગેરે માટે ઉડી હતી.સપ્ટેમ્બર 2020માં દરરોજનાં સરેરાશ 24 જેટલા વિમાન કાર્યરત હતા.જેની સંખ્યા વધીને જાન્યુઆરી 2021માં 30 ખાનગી જેટ સુધી પહોંચી છે અંતે એપ્રિલમાં આ સંખ્યા વધીને 35 નોંધાઈ છે.આ સાથે સામાન્ય ફલાઈટની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved