બોલીવૂડમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે.ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા આર્ટ ડાયરેકટર મારૂતિરાવ વી કાલેનું નિધન થઇ ગયું છે.આમ 92 વર્ષીય મારૂતિ રાવ કાલે કોરોનાગ્રસ્ત થયા હતા અને મુંબઇની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.આમ તેમણે 100થી પણ વધુ ફિલ્મોમાં આર્ટ ડાયરેકશન અન કેસેટ ડિઝાઇનિંગનું કામ કર્યું હતું.આમ તેમની પુત્રીએ જણાવ્યુ હતું કે 7 મેના રોજ પિતાને કોરોના થયો હોવાની જાણ થઇ હતી.ત્યારબાદ તેમને હોલી ફેમિલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.આ દરમિયાન તેમનુ 26 મેના રોજ રાતના નિધન થઇ ગયું હતું.મારૂતી રાવે આર્ટ ડાયરેકર તરીકે સોદાગર,ડિસ્કો ડાન્સર,તસમ પેદા કરને વાલે કી,કમાન્ડો,અજૂબા,ઇમાનધરમ જેવી લોકપ્રિય ફિલ્મોના સેટ ડિઝાઇનિંગનું કામ કર્યું હતું.આ ઉપરાંત તેમણે મુગલ-એ-આઝમના સેટસ તૈયાર કરવામાં કન્પેન્ટર તરીકે પણ કામ કર્યું હતું.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved