લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા આગામી 3 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું,ગાજવીજ સાથે વરસાદની શક્યતા

હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ હજી કેરળના સમુદ્રકાંઠા નજીક સરક્યુ નથી.પરંતુ નૈઋત્યના ભેજવાળા પવનો વધુ તીવ્ર અને ગાઢ બન્યા છે.આમ આ કુદરતી પરિબળોની મદદથી નૈઋત્યનું ચોમાસુ 3 જૂને કેરળના સાગરકાંઠે આગમન કરે તેવી શક્યતા છે તેવું હવામાન વિભાગે કહ્યું છે.આમ આ પ્રકારના સાનુકુળ કુદરતી પરિબળોની અસરથી વર્તમાન સમયમાં મુંબઇ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સાંજે મેઘગર્જના,વીજળીના કડાકા,તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે.જ્યારે મુંબઇના ઐરોલી,વિક્રોલી,પવઇ,નવી મુંબઇ,બોરીવલી અને કાંદિવલીમાં હળવાં વરસાદી ઝાપટાં પડયાં હતાં.ત્યારે ત્રણ દિવસ માટે મુંબઇ,થાણે,પાલઘર અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.