લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.123નો ઘટાડો થયો,જ્યારે સબસીડાઇઝ એલપીજીનો ભાવ યથાવત રખાયો

જૂન માસમાં ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવાનું ચાલુ રાખવાની સાથે કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરીને આશ્ચર્ય સર્જયુ છે.ત્યારે ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા રાંધણગેસના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં તેમણે સબસીડીવાળા 14.2 કિલોના રાંધણગેસની કિંમતમાં કોઇ બદલાવ કર્યો નથી.પરંતુ 19 કિલોના કોમર્શિયલ સિલીન્ડરમાં રૂા.123નો ઘટાડો કર્યો છે.આમ આ સિવાય ગત મહિને 14.2 કિલોના નોન સબસીડાઇઝ સીલીન્ડરમાં રૂા.10નો ઘટાડો કર્યો હતો.પરંતુ આ માસમાં 14.2 કિલોની કેટેગરીમાં કોઇ ફેરફાર થયો નથી.