લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડીઝલ રૂ.98,જ્યારે પેટ્રોલ રૂ.105ને પાર થયું

દેશમાં કોરોનાકાળમાં પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે.ત્યારે ફરી એકવખત પેટ્રોલ પ્રતિલીટર 29 પૈસા જ્યારે ડીઝલમાં 26 પૈસાનો વધારો થયો હતો.આમ દેશમાં પેટ્રોલ અને ડીઝલમા 16મી વખત વધારો કરાયો છે.ત્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ રૂ.105.24 થયો હતો,જ્યારે ડીઝલનો ભાવ રૂ. 98.8 થયો હતો.આમ ઈંધણના ભાવ રાજ્યોમાં વેટ,સ્થાનિક વેરાઓના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ હોય છે.આમ સમગ્ર દેશમાં રાજસ્થાનમાં વેટના ભાવ સૌથી વધુ છે તેથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ ત્યાં સૌથી વધુ જોવા મળે છે.આમ રાજસ્થાન પછી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વેટ સૌથી વધુ છે.