લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇપીએલની બાકીની મેચોમાં દર્શકોને પ્રવેશ મળી શકે છે

યુએઇમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો માટે દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે.આમ આઇપીએલ 2021ની બાકીની મેચોની તૈયારી માટે બીસીસીઆઇના અધિકારીઓની ટીમ દુબઇ પહોંચી ગઇ છે.ત્યારે બાકીની મેચો આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે યુએઇમાં રમાશે.આમ યુએઇ સરકારના નિયમો પ્રમાણે મેદાનમાં 50 ટકા દર્શકોને આઇપીએલ 2021ની બાકી મેચોમાં એન્ટ્રી મળી શકે છે.આમ બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી,જય શાહ,વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા,અરુણ ધૂમલ દુબઇ પહોંચ્યા છે. બીસીસીઆઇ ટીમ તૈયારીઓને લઇને યુએઇ સરકાર અને અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે વાત કરશે.