ગુજરાતના આરોગ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની બદલી કરવામાં આવી છે.કેન્દ્ર સરકારે પ્રતિનિયુક્તિમાં ડો.રવિને તામિલનાડુના ઓરોવિલે ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે નિમણૂક આપી છે.આમ જયંતિ રવિ વર્ષ 1991ની બેચના આઇ.એ.એસ અધિકારી છે.15 સપ્ટેમ્બર,1991ના રોજ તેમણે આઇ.એ.એસ તરીકે પદભાર સંભાળ્યો હતો.જયંતિ રવિએ ઇ-ગવર્નન્સમાં પી.એચ.ડી કર્યુ છે તેમજ ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ એમ.એસ.સી થયા છે.માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન(એમ.પી.એ)નો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે.લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી તેમણે લીડરશિપનો પ્રોગ્રામ કર્યો છે.ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતી રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે.આમ તેઓ વર્ષ 2002માં પંચમહાલના કલેક્ટર હતા.આ સિવાય તેઓ સાબરકાંઠાના તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે.તેઓ લેબર કમિશનર અને હાયર એજ્યુકેશન કમિશનર પણ રહ્યાં હતાં.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved