લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી માટે હાઈકમાંડની તૈયારી

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચુંટણી થવાની છે.ત્યારે પાર્ટીના પ્રભારી રાજીવ સાતવના નિધનથી જગ્યા ખાલી પડી છે.તેવા સમયે આવતા વર્ષની ચૂંટણીને ધ્યાને રાખીને વહેલી તકે નિમણુંક થાય તે માટે પાર્ટી પ્રયત્નશીલ છે.ત્યારે કોંગ્રેસના કારોબારી સભ્ય અવિનાશ પાંડે, રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી અજય માકન,મહામંત્રી મુકુલ વાસનિકના નામો ચર્ચામાં છે.આ સિવાય સીનીયર નેતા બી.કે.હરીપ્રસાદ તથા સચીન પાયલોટના નામ હતા.પરંતુ વર્તમાન સમયમાં મહારાષ્ટ્ર તેમજ દિલ્હીના કોઈ સીનીયર નેતાને પદભાર સોંપવાની શકયતા જોવાઈ રહી છે.