લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / રશિયા અને પાકિસ્તાન વચ્ચે ગેસ પાઈપલાન માટે કરાર કરવામા આવ્યા

રશિયા અને પાકિસ્તાન વચ્ચે સંબંધો મજબૂત થઈ રહ્યા છે.આમ એપ્રિલ માસમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે ઊર્જાક્ષેત્રમાં મદદ પૂરી પાડવાની સાથે પાકિસ્તાનને વિશેષ સૈન્ય ઉપકરણો પૂરા પાડવાનું આશ્વાસન આપ્યું હતું.ત્યારે રશિયાએ પાકિસ્તાનની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટેના કરારને લીલીઝંડી આપી છે.આમ રશિયા અને પાકિસ્તાન વચ્ચે ગેસ પાઈપલાઈનના નિર્માણ માટે સમજૂતી થઈ છે.જેના અંતર્ગત રશિયાના ઊર્જામંત્રી નિકોલાઈ શુલગિનોવ અને પાકિસ્તાનના રાજદૂત શફકત અલીખાને મોસ્કો ખાતે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.આમ બંને દેશોની કંપનીઓ ટૂંકસમયમા આ યોજના પર કામ શરૂ કરશે તેનાથી પાકિસ્તાનની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે.