લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં કોરોના કાળમાં ટ્રાફિક પોલીસે 43 હજાર લોકોને ઈ-મેમો મોકલ્યો

અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં એક સમયે ટ્રાફિકભંગનો દંડ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું.ત્યારે માસ્કનો દંડ વસૂલવામાં આવતો હતો. પરંતુ વર્તમાન સમયમાં શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.ત્યારે શહેરીજનોએ ફરીવાર ટ્રાફિકનો દંડ ભરવો ના પડે માટે વાહન હંકારતા સાવચેતી રાખવી પડશે.આમ મે મહિના દરમિયાન 43 હજાર લોકોને ટ્રાફિક પોલીસે સ્ટોપલાઈન ભંગનો ઈ-મેમો મોકલ્યો છે.તે ઉપરાંત રોંગ સાઈડમાં વાહનચલાવતા 85 લોકો સીસીટીવી કેમેરાની ઝપટે આવી ગયાં હતાં.આમ શહેરમાં છેલ્લા બે મહિનાથી કોરોનાનો હાહાકાર મચી ગયો હતો.ત્યારે હવે છેલ્લા 15 દિવસથી કેસ ઓછા થતાં લોકોમાં ભય ઓછો થયો છે. ત્યારે સરકારે નિયમો પ્રમાણે ધંધા-રોજગાર ચાલુ કરવાની મંજુરી આપી છે.આ સિવાય સરકારી અને ખાનગી કચેરીઓમાં સંચાર વધી રહ્યો છે ત્યારે રસ્તાઓ પર ટ્રાફિક સતત વધવા લાગ્યો છે.

પહેલી વખત ટ્રાફિક નિયમભંગ કરવા બદલ રૂ.500નો ઈ-મેમો આવે છે.જ્યારે બીજી વખતથી રૂ.1000નો ઈ-મેમો ફટકારવામાં આવે છે. આમ વર્તમાન સમયમાં લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃતતા વધે તે માટે સ્ટોપલાઈન ભંગના ઈ-મેમાં ઈસ્યૂ કરવામાં આવી રહ્યાં છે.ત્યારે હાલમાં અમદાવાદમાં 27 જંકશન પર ઈ-મેમો ઈસ્યૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.