આઇપીએલની સીઝનમાં ભાગ લેનાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ,કોચ અને કોમેન્ટેટર્સ 20 દિવસ પછી પોતાના ઘરે પરત ફર્યા છે.ત્યારે ડેવિડ વોર્નર,સ્ટીવ સ્મિથ,ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ સહિતના 38 ખેલાડીઓ આઇપીએલની સીઝન રદ્દ થવાને કારણે માલદીવ અને પછી ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટીન હતા.જેઓ આજે ઘરે પરત ફર્યા છે.આમ કોલકાતા નાઇટ રાઈડર્સના ફાસ્ટ બોલર પેટ કમિન્સની ગર્ભવતિ પત્ની બેકી બોસ્ટન 2 મહિના પછી પતિને જોઇને આક્રંદ કરવા લાગી હતી. આમ આ તમામ ખેલાડીઓ 2-3 સપ્તાહ માટે જ પરિવાર સાથે સમય વિતાવી શકશે.ત્યારપછી તેઓને વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાની છે.જેમાં પેટ કમિન્સ અને વોર્નરને આ પ્રવાસમાંથી આરામ આપી શકાય છે.આમ વિંડીઝ સીરીઝની શરૂઆત આગામી 10 જુલાઈથી શરૂ થશે.પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ જુલાઈના પ્રથમ સપ્તાહમા વિંડીઝ જવા નીકળી જશે.આમ ટીમના ખેલાડીઓને 15 મે સુધી 28 લોકોનું ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું જુથ માલદીવમાં ક્વોરેન્ટીન રહ્યું હતું.ત્યારબાદ 15 મેના રોજ બીસીસીઆઇએ ફરી એકવાર પોતાના ચાર્ટર્ડ ફ્લાઈટથી તમામ ખેલાડીઓ,સ્ટાફ અને કોચને સિડની પહોંચાડ્યા હતા.જ્યાં તેઓ 14 દિવસ એક હોટલમાં ક્વોરેન્ટીન રહ્યા હતા.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved