લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સાઉદી અરેબિયા ભારતની ઓઇલ જરૂરિયાત આપૂર્તિ કરવા માટે કટિબદ્ધ

વિશ્વના ઓઇલ નિકાસકાર દેશ સાઉદી અરેબિયાએ જણાવ્યું છે કે તે ભારતની ક્રૂડ ઓઇલની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.આમ ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ પર અંકુશ મૂકવા માટે સાઉદી અરેબિયા પર ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા માટેનું દબાણ વધી રહ્યું છે.આમ ભારત ખાતેના સાઉદી અરેબિયાના રાજદૂત ડો.સઉદ બિન મોહંમદ અલ સાતીએ જણાવ્યું હતું કે વર્ષ 2020માં સાઉદી અરેબિયાએ ભારતમાં 2.81 અબજ ડોલરનું રોકાણ કર્યુ હતું.આ સિવાય સાઉદી અરેબિયા ભવિષ્યમા ભારત સાથે પેટ્રોલિયમ,પુનઃપ્રાપ્ય ઉર્જા,આઇ.ટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં દ્વિપક્ષીય આર્થિક સંબધો વધુ મજબૂત બનાવશે.