શિકાગોના રિટાયર્ડ એટર્ની માઉન્ટ એવરેસ્ટ સર કરનારા વિશ્વના સૌથી વૃદ્ધ વ્યકિત બન્યા છે.જ્યારે બીજીતરફ સૌથી ઝડપી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર હોંગકોંગના મહિલા શિક્ષક સુરક્ષિત પરત ફર્યા છે.આમ વર્તમાન સમયમાં કોરોના અને ખરાબ હવામાનને કારણે પર્વતારોહકોને માઉન્ટ એવરેસ્ટ સર કરતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે 75 વર્ષીય આર્થર મુઇરોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે.આમ આર્થર મુઇરો માઉન્ટ એવરેસ્ટ સર કરનારા વિશ્વના સૌથી વૃદ્ધ વ્યકિત બની ગયા છે.આ અગાઉ આ રેકોર્ડ 67 વર્ષીય બિલ બુર્કેના નામે હતો.જેઓ પણ અમેરિકન હતાં.
આ સિવાય હોંગકોંગના 45 વર્ષીય ત્સાંગ યિન હુંગ સૌથી ઝડપી મહિલા પર્વતારોહક બની ગયા છે.જેમણે 25 કલાક 50 મિનિટમાં એવરેસ્ટ સર કરી લીધુ હતું.મુઇરો વર્ષ 2019માં પર્વત ચઢતી વખતે ઇજાગ્રસ્ત થયા હતાં આમ છતાં તેમણે હિંમત હારી ન હતી અને નિવૃત્ત થઇ ગયેલા વકીલે પોતાના જીવનમાં મોડેથી પર્વતારોહણ શરૂ કર્યુ હતું.આમ માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી મુઇરેએ જણાવ્યું હતું કે પર્વત ચઢતી વખતે જ ખબર પડે છે કે આ પર્વત કેટલો મોટો છે અને કેટલો ખતરનાક છે.આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌથી મોટી વસ્તુ એ છે કે પર્વત ચઢતી વખતે નર્વસ થઇ જાવો છો અને ડર પણ લાગે છે.આમ મુઇરેએ 68 વર્ષની ઉંમરે પર્વત ચઢવાનું શરૂ કર્યુ હતું.આ અગાઉ તેમણે દક્ષિણ અમેરિકા અને અલાસ્કામાં પર્વતારોહણ શરૂ કર્યુ હતું.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved