લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે કેરાલા પહોંચશે ચોમાસુ

કેરાલાના દરિયાકિનારે 31 મે સુધીમાં ચોમાસાનુ આગમન થઈ શકે છે તેવુ ભારતીય હવામાન વિભાગ દ્વારા કહેવાયું છે.આમ ચોમાસુ પૂર્વનિર્ધારિત રીતે આગળ વધી રહ્યુ છે.ત્યારે 31 મેના રોજ કેરાલામાં તેનુ આગમન થશે.ત્યારબાદ આગામી 5 જૂન સુધીમાં તે ગોવા પહોંચશે.આમ સામાન્ય રીતે ભારતનુ ચોમાસુ કેરાલામાં 1 જુન સુધી પહોંચતુ હોય છે અને 5 જુન સુધીમાં ગોવામાં પ્રથમ વરસાદનુ આગમન થતુ હોય છે.આમ છેલ્લા બે સપ્તાહથી દેશના કેટલાક હિસ્સામાં જોરદાર વરસાદ થયો છે અને તેની પાછળનુ કારણ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં ઉદભવેલા બે તોફાન છે.