લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેતા વિવેક ઓબેરોય કેન્સર પીડીત બાળકોની વ્હારે આવ્યા

વિવેક ઓબેરોય ફિલ્મોમાં બહુ ઓછા જોવા મળે છે.પરંતુ તે પોતાના સદકાર્ય માટે ચર્ચામાં રહે છે.ત્યારે તેઓ વર્તમાન સમયમા કેન્સરથી પીડીત બાળકો માટે ભંડોળ એકઠું કરી રહ્યા છે.આમ વિવેક ઓબેરોય આવનારા ત્રણ મહિના માટે ૩,૦૦૦થી અધિક કેન્સરપીડીત બાળકો માટે ભોજનની વ્યવસ્થાના પ્રયાસ કરી રહ્યા છે.જેમાં તે પોતાની તરફથી યોગદાન આપી રહ્યો છે.જેમાં કેન્સર પીડીત ગરીબ બાળકોના માતા-પિતા પોતાના બાળકની સારવાર દરમિયાન પૂરતું ભોજન આપી શકે એ માટે પોતાનો આહાર નહીંવત કરીને ખાવાનું બચાવતા હોય છે.ત્યારે બાળકને સારા થવા માટે ઉચિત પોષણની આવશ્યકતા હોય છે.તેથી વિવેક એ બાબતે ધ્યાન આપી રહ્યો છે.તેમજ બાળકો સાથે તેમના માતા-પિતા પણ ભૂખ્યા ન રહે.