લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સૌરાષ્ટ્રમા આગામી 24 કલાકમાં વરસાદ પડવાની શક્યતાઓ,મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી વધુ નોધાયું

રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમના ગરમ પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર થઈ ગયો છે.ત્યારે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.ત્યારે અમદાવાદમાં વહેલી સવારે વાદળિયું વાતાવરણ સર્જાતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.પરંતુ ગરમ પવનની અસરથી બપોરના 12 વાગ્યા બાદ ગરમીમાં વધારો થયો હતો.આમ સમગ્ર રાજ્યમાં 41.3 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જ્યારે ડીસા 40.6,અમરેલી-39.8,અમદાવાદ અને ગાંધીનગર 38.5,ભાવનગર,ભુજ 38.4 અને વલ્લભવિધાનગરમાં 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.