કોરોનાના બીજા વેવને કારણે સરકારે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટસ પરનો પ્રતિબંધ આગામી જુન માસના અંત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.ત્યારે આ સિવાય વંદે ભારત મિશન તેમજ ભારત અને અન્ય કેટલાક દેશો વચ્ચે સહમતીથી ફ્લાઈટસનું આવાગમન ચાલુ છે જે ચાલુ રહેશે.તેમજ સરકારના નિયમો મુજબ લાયક મુસાફરો દેશમાં આવી તેમજ જઈ શકશે.આમ કોરોનાના કારણે 23મી માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ બંધ કરી દેવામાં આવી હતી.આમ મહામારીના પગલે મૂકવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટસ પરના પ્રતિબંધને 15 મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે.ત્યારે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને જાહેર કરેલા સરક્યુલરમાં જણાવ્યુ છે કે ભારત આવતી અને ભારતથી વિદેશ જતી આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટસ પરના પ્રતિબંધને આગામી 30મી જુન 2021ના રાત્રિના 11.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved