લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જેફ બેઝોસને પાછળ રાખી બર્નાડ અરનોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

વિશ્વના ધનિકોની યાદીમાં બર્નાડ અરનોલ્ટ પ્રથમ નંબરે પહોંચી ગયા છે.જેઓએ એમેઝોનના માલિક જેફ બેઝોસને પાછળ મૂકી ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.બીજીતરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ઉછાળો જોવા મળતા મુકેશ અંબાણીની સંપત્તિમાં 4.6 અબજ ડોલરનો વધારો થયો છે.ત્યારે મુકેશ અંબાણી 81.2 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં 12મા ક્રમે પહોંચી ગયા છે.આ સિવાય ટેસ્લાના એલન મસ્ક 157.5 અબજ ડોલર સાથે ત્રીજા નંબરે છે.જ્યારે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ 126.6 અબજ ડોલર સાથે ચોથા નંબરે જ્યારે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ 120.6 અબજ ડોલર સાથે પાંચમાં સ્થાને છે.