હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીએ સ્પોર્ટસ અને ફિઝિકલ એજ્યુકેશનના વિકાસ સહિતની બાબતોનો સમાવેશ કરી એમ.ઓ.યુ સાઈન કરવામાં આવ્યા છે.જેમાં વધુ સારા સંશોધનો,આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તાલીમ ઉપરાંત નવા અભ્યાસક્રમો વિકસિત કરવાની દિશામાં સહભાગીતા કરવામાં આવી છે.આમ રાજ્ય અને દેશમાં શારીરિક શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રમાં વધુ સારા સંશોધનો, આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તાલીમ ઉપરાંત નવા અભ્યાસક્રમો વિકસિત કરવા માટે બન્ને યુનિવર્સિટીઓ સાથે મળી કામ કરી શકે તેવા ઉમદા ઉદ્દેશ સાથે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે.આમ આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અર્જુનસિંહ રાણા,હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.જે.વોરા તથા યુનિવર્સિટીના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved