લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યુપીમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો સાથે મુખ્યમંત્રી યોગી સાંજે ગવર્નર આનંદીબેનને મળશે

ઉત્તરપ્રદેશ રાજ્યમાં યોગી આદિત્યનાથના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા શરૂ થઈ ગઈ છે.ત્યારે મુખ્યંમત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલની મુલાકાત લેશે.આ મુલાકાત માટે આનંદીબેન પટેલ લખનૌ પહોંચી ગયા છે અને રાજભવન ખાતે તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.આમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાંજે 7:00 કલાકે રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવાના છે.જેમાં રાજ્યપાલ સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના નિયંત્રણ માટે જે મુલાકાત લીધી હતી તેનો રિપોર્ટ રજૂ કરશે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.આ સિવાય રાજ્યમાં પૂર્વ આઈ.એ.એસ એ.કે શર્માને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા પણ જણાઈ રહી છે.

આમ કોરોનાના કારણે 3 મંત્રીઓના અવસાન થયા છે.ત્યારે યુપી કેબિનેટમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા 60 થઈ શકે છે.આમ મંત્રીમંડળના પ્રથમ વિસ્તાર વખતે 6 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓને કેબિનેટના શપથગ્રહણ કરાવવામાં આવ્યા હતા.આમ વર્તમાન સમયમાં યોગી સરકારના મંત્રીમંડળમાં 23 કેબિનેટ મંત્રી,9 સ્વતંત્ર પ્રભારી મંત્રી અને 22 રાજ્યમંત્રી છે.આ રીતે યુપી સરકારમાં વર્તમાનમાં 54 મંત્રીઓ છે જ્યારે 6 મંત્રીપદ હજુ ખાલી છે.જેને નિયમ મુજબ વધારી શકાય તેમ છે.