કોરોના મહામારીના વધતા સંકટની વચ્ચે દુનીયાના 19 દેશોમાં ઓકસીજનનું સંકટ સર્જાયુ છે.જેના પગલે આ દેશોની આરોગ્ય સેવાઓ બગડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.આમ ભારત,આર્જેન્ટીના,ઈરાન,નેપાળ,ફીલીપાઈન્સ,મલેશીયા,પાકીસ્તાન,કોસ્ટારિકા,ઈકવાડોર અને દક્ષિણ આફ્રિકા સહીતના 19 દેશોમાં માર્ચ માસથી ઓકસીજનની માંગમાં 20 ટકાનો વધારો થયો છે.ત્યારે આવી કપરી પરીસ્થિતિમાં દેશોમાં રસીકરણની ગતિ પણ ખૂબ ધીમી છે.જેના કારણે આ દેશોમાં તેમની વસ્તીના પ્રમાણ કરતાં 20 ટકા ઓછુ રસીકરણ થયુ છે.આમ ઓકસીજનની અછતના કારણે એશિયાના દેશો અને આફ્રીકાના નાઈજીરીયા,ઈથોપીયા,મલાવી અને ઝીમ્બાબ્વેની સામે પણ ગંભીર સંકટ ઉભુ થઈ શકે તેમ છે કારણ કે આ દેશો પાસે ઓકસીજનની પુરતી વ્યવસ્થા નથી.જેના કારણે ઓકસીજનની વધુપડતી માંગ આ દેશમાં મોટું સંકટ ઉભુ કરી શકે છે.
ભારતમાં મે માસથી 14 ગણી વધુ ઓકસીજનની ડિમાન્ડ હતી.નેપાલમાં 100 ગણી,શ્રીલંકામાં 7 અને પાકીસ્તાનમાં 60 ટકાથી વધુ કોવિડ દર્દીઓ માટે ઓકસીજનની ડિમાન્ડ છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved