લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / આગામી જુલાઈ માસથી 15 ટકા મોંઘા થશે ફ્રીઝ,એસી અને વોશીંગ મશીન

પેટ્રોલ-ડીઝલ અને ખાણી-પીણીનો સામાન મોંઘો થયા બાદ ફ્રીજ,એસી,વોશીંગ મશીન જેવા સાધનોની કિંમતમા પણ આગામી 15 જુલાઈથી વધારો થશે.આમ કોમોડીટીની કિંમતોમાં તેજી અને ઉત્પાદન વધતા નિર્માતા-કંપનીઓએ જુલાઈના મધ્યથી કિંમતોમાં 10 થી 15 ટકા જેટલો વધારો કરી શકે છે.આ પહેલા ફેબ્રુઆરીમાં પણ કંપનીઓએ ભાવવધાર્યો કર્યો હતો.જે બાબતે કંપનીઓનું કહેવુ છે કે ઉનાળાની સીઝનમાં ફ્રીઝ, એસી,વોશીંગ મશીન સહિતની વસ્તુઓની માંગ વધી જાય છે.પરંતુ કેટલાક રાજયોમાં લોકડાઉનના કારણે વેપાર બંધ હતા.ત્યારબાદ લોકડાઉન ખુલતા વેચાણમાં વધારો થયો છે.