બોલીવૂડ એક્ટર સંજય દત્તને સંયુક્ત અરબ અમિરાત અર્થાત યુએઈના ગોલ્ડન વીઝા મળ્યા છે.આમ યુએસઈમાં 10 વર્ષ રોકાણ માટે ગોલ્ડન વીઝા આપવામાં આવે છે.આમ આ અગાઉ ઉદ્યોગપતિ,રોકાણકારો તેમજ ડોક્ટર્સ અને અન્ય પ્રોફેશનલ્સને આ વીઝા આપવામાં આવતા હતા તે પાછળથી વીઝા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે.આમ સંજય દત્તે ગોલ્ડન વીઝા આપવા બદલ યુએઈના અધિકારીઓનો આભાર માન્યો હતો.આ સિવાય સંજય દત્તે ફ્લાઈ દુબઈના સીઓઓ હમાદ ઉબૈદલ્લાનો પણ આભાર માન્યો હતો.
આમ સંયુક્ત આરબ અમિરાતમાં કોઈપણ શખ્સને ગોલ્ડન વીઝા દ્વારા 10 વર્ષ સુધી રહેવાની મંજૂરી આપવામાં આવે છે.આમ ગત વર્ષે આ વીઝા નિયોમોમાં બદલાવ કરાયો હતો.જેને પગલે ડોક્ટર્સ,સાયન્ટિસ્ટ્સ અને પ્રોફેશ્નલ્સ સાથે કેટલાક ખાસ લોકોને પણ આ વીઝા આપવામાં આવે છે.આમ આ નિયમોમાં કરાયેલા બદલાવ બાદ સંજય દત્તને આ વીઝા આપવામાં આવ્યા છે.આ સાથે બોલીવૂડમાં ગોલ્ડન વીઝા મેળવનાર સંજય દત્ત પ્રથમ શખ્સ છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved